Display Problems? Click here for help on viewing this page properly...
 
શિવમાર્ગીપંથ
 

EditRA Summary of the Beliefs and Practices Of Hundreds of Millions Worldwide Who Follow the
Saivite Hindu Religion And Worship Lord Siva as Supreme God
n3

Edi


tRegio
T H E    P R A C T I C E S
n4
 
શિવમાર્ગી પંથ

૧.

શિવભક્તો બધા માને છે કે શિવ એ  એવા પરમાત્મા છે, કે જેમનું પરમ અસ્તિત્વ પરાશિવ, સમય, સ્વરૂપ અને સ્થળથી પર    છે. યોગી તેથી સ્તબ્ધ થઈ બોલી ઉઠે છે : "એ આ નથી. એ તે નથી". સાચેજ, એવા અગમ્ય પ્રભુ  ભગવાન  શિવ  છે.ॐ

 

૨.

શિવભક્તો બધા માને છે કે ભગવાન શિવ એ એવા પ્રભુ છે, કે  જેના  સર્વવ્યાપી  પ્રેમ, પરાશક્તિ, જે શક્તિનો સ્તોત્ર બની રહે છે તે તમામ  ઉર્જા, અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ ના પાયામાં વહેતી મૂળ ચેતના બની રહે છે. ॐ

 

૩.

શિવભક્તો બધા માને છે કે ભગવાન શિવ એ એવા દેવ છે, જેનો આત્મા જ મૂળમાં સર્વવ્યાપક છે. તે જ મહાદેવ, પરમેશ્વર છે અને વેદ અને અગમ ના કર્તા છે, જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તેના સર્જક, રક્ષક અને સંહારક પણ તે જ છે. ॐ

 

૪.

શિવભક્તો બધા શિવ અને શક્તિ ના પુત્ર મહાદેવ , ગણેશ માં શ્રદ્ધા સેવે છે, જેમની કોઈ પણ વિધી, પ્રાર્થના કે કાર્ય કરતા અગાઉ પૂજા કરાય છે. અનુકંપા એ ગણેશ નો નિયમ છે, તેમનો કાયદો કાયમ વ્યાજબી હોય છે. ઉચિત ન્યાય તો તેમના હૃદયે વસે છે.ॐ

 

૫.

શિવભક્તો બધા શિવ અને શક્તિના બીજા પુત્ર મહાદેવ કાર્તિકેય માં પણ શ્રદ્ધા ધરાવે છે, જેમની કૃપા દ્રષ્ટી સમાન ભાલો અજ્ઞાનના બંધનમાંથી મુક્તિ સાંપડે છે. પદ્માસન માં સ્થિર થયેલો યોગી ભગવાન મુરુગન ની પ્રાર્થના કરે છે. આમ પોતાના મનને સંયમીત કરી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ॐ

 

શિવભક્તો બધા માને છે કે દરેક જીવનું નિર્માણ ભગવાન શિવે કર્યું છે અને જીવ માત્ર ભગવાન શિવ ની અનુરુપતા ઝંખે છે. બધા જીવોની આવી અનુરુપતા ત્યારે જ સંભવે જ્યારે ભગવાનની કૃપાથી અનવ, કર્મ અને માયા ના બંધનોમાંથી તેમને મુક્તિ મળે. ॐ

 

૭.

શિવભક્તો બધા સૃષ્ટિ ત્રણ લોકમાં વહેંચાયેલી માને છે. તળમાં ભુલોક, જ્યાં આત્મા સજીવ સ્વરૂપો ધારણ કરે છે. ઉપર અવકાશમાં અન્તરલોક, જ્યાં આત્મા અપાર્થિવ સ્વરુપ ધારણ કરે છે, અને છેલ્લે ઉપર શિવલોક, જ્યાં આત્મા પોતાના અદ્રશ્ય તેજસ્વી સ્વરુપમાં હોય છે. ॐ

 

૮.

શિવભક્તો બધા કર્મના સિધ્ધાંતમાં માને છે, જે અનુસાર દરેકે પોતે કરેલા બધાં કર્મોનો ફળ ભોગાવવો પડે. એટલુંજ નહીં, પરંતુ દરેક આત્માએ કર્મફળનો ભોગવટો પુરો ન થાય ત્યાં સુધી ફરી ફરી જન્મ લેવો પડે. આવો ભોગવટો પુરો થયા પછી જ તે મુક્તિ મેળવી મોક્ષ પ્રાપ્ત કરી શકે. ॐ

 

૯.

શિવભક્તો બધા માને છે કે પવિત્ર આચાર-નિયમવાળું સદગુણી જીવન, ક્રિયાઓ અને મંદિરમાં પૂજા-અર્ચના ઉપરાંત યોગ, આ બધા વડે અને વર્તમાન સદગુરૂ ના આશીર્વાદ થકી પરશિવ- જે સમય અને સ્વરુપ થી પર એવી ભગવાન શિવ ની અનુભુતિ છે તેની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન અને શાણપણ મેળવવા બહુ જરૂરી છે. ॐ

 

૧૦.

શિવભક્તો બધા માને છે કે આંતરિક રીતે કોઈ દૂષ્ટતા કે પાપ હોતાં નથી. પાપનું કોઈ સ્તોત્ર નથી, સિવાય કે પાપના પાયામાં અજ્ઞાન જ આપણને દેખાય. શિવભક્તો અનુકંપાવાળા હોય છે, કારણ તેઓ જાણે છે કે અંતમાં તો કશુ સારું કે ખોટું હોતું નથી, બધી શિવ ની લીલા માત્ર છે. ॐ

 

૧૧.

શિવભક્તો બધા માને છે કે સૃષ્ટિના ત્રણે લોકમાં એક સાથે સુસંગત શાંતિ એજ ધર્મનો મર્મ છે, આવી સુસંગતતા તો મંદિરમાં પ્રાર્થનાથી ઉદભવે જ્યાં ત્રણે લોકના જીવ અરસ- પરસ સંપર્ક કરી શકે છે. ॐ

 

૧૨.

શિવભક્તો બધા પંચાક્ષર મંત્ર માં માને છે. આ પવિત્ર મંત્ર "નમઃ શિવાય"શિવમાર્ગી ઑનો શ્રેષ્ટ અને અનિવાર્ય મંત્ર છે. નમઃ શિવાય નું રહસ્ય તે યોગ્ય હોઠે થી યોગ્ય સમયે સાંભળવામાં રહેલું છે. ॐ

 


સ્વિકૃત આસ્થા

ભગવાન શિવ સર્વવ્યાપી પ્રેમસ્વરુપ છે અને અવ્યક્ત સત્ય છે.

અન્બે શિવામયમ સત્યમે પરાશિવમ (તામિલ માં).

itRn5
EditRe gion10EditRe gion10
E


ditReg
T H E    P R A C T I C E S 
 
EditR
પંચ નિત્ય કર્મો
પંચ નિત્ય કર્મો એટલે "પાંચ કાયમની ફરજો". રુઢીગત ચાલતી આવતી આ ધાર્મિક ફરજો, જો વ્યવસ્થિત પાળવામાં આવે તો વ્યક્તિ  આપણા મહાદેવ શિવજીના પવિત્ર ચરણમાં આવી શકે છે. તેમજ આપણા ધર્મ પ્રત્યેની તથા સ્વયં જાત પ્રત્યેની ફરજો પુરી કરી શકે છે. આ ફરજો નીચે મુજબ છે.
૧.

ઉપાસના: ઘરની ભગવાનની મૂર્તિઓ તેમજ મંદિરમાં પૂજા-પ્રાર્થના
વહાલાં બાળકોને ઘરે કુટુંબની દેવ મૂર્તિઓ રાખી હોય તે ઓરડામાં રોજ પ્રાર્થના કરવાનું, ધાર્મિક ક્રિયાઓ અને શિસ્ત પાળવાનું, મંત્ર જાપ અને ધાર્મિક ફરજો અદા કરવાનું શીખવવામાં આવે છે. ઘરે તેમજ મંદિરમાં રુઢીગત વસ્ત્રો પહેરી શ્રદ્ધાભરી પૂજા-પ્રાર્થના વડે પોતાને સુરક્ષિત માનવાનું તેઓ શીખે છે. વળી, પ્રભુના પ્રેમમાં મગ્ન થઈ તેઓ પોતાના મનને પવિત્ર અને ધ્યાનસ્થ થવા તૈયાર કરે છે.

 

૨.

ઉત્સવો : પવિત્ર તહેવારો
વહાલાં બાળકોને ઘરે તેમજ મંદિરમાં ઉજવાતા હિન્દુ ઉત્સવો અને પવિત્ર તહેવારોમાં સામેલ થવાનું શિખવવામાં આવે છે. આવા પવિત્ર તહેવારોની ઉજવણીથી તેઓ પ્રભુ સાથે સંબંધ બાંધતા શીખે છે. ઉપવાસ કરવાનું કે સોમવારે અથવા શુક્રવારે મંદિરમાં જવાનું તેમજ બીજા પવિત્ર દિવસો પાળવાનું તેઓ ઉત્સવની ઉજવણીમાંથી શીખે છે.

 

૩.

ધર્મ : સદગુણી જીવન;
વહાલાં બાળકોને જવાબદારી અને સદ્વર્તનભર્યું જીવન જીવવાનું શીખવવામાં આવે છે. બીજાઓનો પહેલાં વિચાર કરી નિસ્વાર્થી બનતાં તેઓ શીખે છે. માતાપિતા, વડીલો અને સંતો પ્રત્યે આદરભાવ સેવતાં તેઓ શીખે છે. ઉપરાંત ઈશ્વરી નિયમોનું પાલન કરતાં-ખાસ કરીને ભાવના, મન અને કાયાથી અહિંસાનું પાલન કરતાં શીખે છે. આ રીતે તેઓ કર્મોનું સમાધાન કરતાં શીખે છે.

 

૪.

તીર્થયાત્રા: ધાર્મિક પ્રવાસ
વહાલાં બાળકોને તીર્થયાત્રાનું મહત્વ સમજાવવામાં આવે છે અને વર્ષમાં એકાદવાર તો નજીકના કે દૂરના પવિત્ર ધામો, મંદિરો કે સંતોના દર્શને તેમને લઈ જવામાં આવે છે. આ પ્રવાસો દરમિયાન તેઓ દુન્વયી બાબતો થી અલિપ્ત થતાં શીખે છે અને તેમનું મન ઈશ્વર અને ગુરુઓ પ્રત્યે એકાગ્રતાથી કેન્દ્રિત થવા માંડે છે.

 

૫. સંસ્કારો: જીવન વિધીઓ
વહાલાં બાળકોને ઘરના પવિત્ર આચારો પાળતાં શીખવવામાં આવે છે, જેથી તેમનું જીવન વિશુદ્ધ રીતે વ્યતીત થાય. જુદી જુદી સંસ્કાર વિધીઓ જેવીકે જન્મ, નામકરણ, મુંડન, પ્રથમ અન્ન ગ્રહણ, કાનનું વિન્ધામણ, વિદ્યા આરંભ, યુવાનીમાં પ્રવેશ, લગ્ન અને મૃત્યુ અંગેની વિધીઓ જાણી ને તેઓ રુઢીગત બનતાં શીખે છે.યમ અને નિયમ:
હિન્દુ ધર્મ ની આચાર સંહિતા

દસ સંયમ: યમ

૧.

અહિંસા: મન, વચન કે ક્રિયા થી અન્યને ઈજા ન પહોંચાડવી.

૨.

સત્ય: જૂઠું બોલવાનું ટાળવુ અને વચનભંગ ન કરવો.

૩.

અસ્તેય: ચોરી ન કરવી, બીજાનું પડાવવાની ઈચ્છા ન રાખવી અને દેવું ન કરવું.

૪.

દિવ્ય વર્તન, બ્રહ્મચર્ય: અપરિણીત હોય ત્યારે સંપૂર્ણ સંયમીત અને પરિણીત હોય ત્યારે સંપૂર્ણ વફાદાર.

૫.

ક્ષમા, ધીરજ: લોકો પ્રત્યે સહનશીલતાના અભાવને કાબુમાં રાખવો અને વિકટ સંજોગોમાં ધીરજ રાખવી.

ધ્રીતિ, ચુસ્તતા: ચીવટના અભાવને ત્યજવો, તેમજ ભય, અનિર્ણાયક્તા અને ચંચળતા ટાળવા.

૭.

અનુકંપા, દયા: તમામ જીવો પ્રત્યેની બેદરકારી, ક્રુરતા અને લાગણીહીનતા ઉપર કાબુ મેળવવો.

૮.

પ્રામાણિકતા, સરળતા,અર્જવ: છેતરપીંડી અને ખોટું કરવાનો ત્યાગ.

૯.

મિતાહાર, સંયમીત આહાર: ન તો વધુ પડતું ખાવું કે ન તો માંસ, મચ્છી, મરઘી કે ઈંડા ખાવા.

૧૦.

શુધ્ધતા, શૌચ: શરીર, મન અને વાણીની પ્રવિત્રતા જાળવવી.દસ નિયમો:

૧.

પશ્ચાતાપ, હ્રિ: વિનમ્ર રહેવું અને ખોટું થઈ ગયું હોય તો તેની શરમ અનુભવવી.

૨.

સંતોષ: સંતોષી વૃત્તિ દ્વારા જીવનમાં આનંદ અને દિવ્યતા પ્રાપ્ત કરવાં.

૩.

દાન: ફળની અપેક્ષા વગર બિનશરતી દાન આપવું.

૪.

આસ્થા, શ્રધ્ધા: પ્રભુમાં અટલ શ્રધ્ધા, દેવો તેમજ ગુરુ  અને દિવ્યતા પ્રાપ્તિના માર્ગમાં શ્રધ્ધા રાખવી.

૫.

પ્રભુ વંદના: પ્રભુની પ્રાર્થના કરવી, રોજની પૂજા-પ્રાર્થના અને ધ્યાન દ્વારા પ્રભુમાં શ્રધ્ધા કેળવવી.

સિધ્ધાંત શ્રવણ: શાસ્ત્રો નું શ્રવણ કરવું, તેમના ઉપદેશોનો અભ્યાસ કરવો તથા પરિવારના શાણા વડીલોની વાતો સાંભળવી.

૭.

બુધ્ધિ, મતિ: ગુરુના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક મનોબળ અને બુધ્ધિમત્તા કેળવવા.

૮.

પવિત્ર વ્રત: ધાર્મિક સંકલ્પો, નિયમો અને પ્રથાઓ ચિવટથી પાળવા.

૯.

જપ: મંત્ર જાપ રોજ કરવો.

૧૦.

તપ : આકરી તપસ્યા અને ત્યાગ વડે સાધના કરવી.

egion8 EditRegion5
 
 
EditRe

લેખક અંગે

સદગુરૂ શિવાય સુબ્રમુન્ય સ્વામી (૧૯૨૭-૨૦૦૧)
ગુરૂદેવનો જન્મ કેલીફોર્નીયામાં થયો હતો અને શ્રીલંકાના મહાન સંત યોગાસ્વામી પાસેથી ૧૯૪૯ માં તેમણે સન્યાસ ની દીક્ષા લીધી હતી. આધુનિક હિન્દુ ધર્મના પુન:ઉત્થાન ના પ્રણેતા તથા ૨૫ લાખ શિવમાર્ગી તામિલજનોના સતગુરુ, ગુરૂદેવે પહેલું હિન્દુ ચર્ચ અમેરિકામાં સ્થાપ્યું અને "હિન્દુઇસમ ટુડે" માસિકની પણ શરુવાત કરી. ઉપરાંત તેમણે પશ્ચિમ નું એકમેવ એવુ પૂરેપૂરુ પથ્થરનું શિવ મંદિર અને આધીનામ હવાઈના કવાઈ ટાપુમાં બાંધ્યું. એમના અનુગામી અને સિધ્ધાંત યોગ ઓર્ડર અને કૈલાસ પરંપરાના ગુરુ એવા સતગુરુ બોધીનાથ વેલેનસ્વામી છે. આ સારાંશ ગુરૂદેવે લખેલા ત્રણ મહાન ગ્રંથોમાંથી લીધો છે, જે રોજીંદા અભ્યાસ માટે એક પાઠ અનુસાર ૩૬૫ પાઠ હિન્દુ તત્વજ્ઞાન, સંસ્કૃતિ અને હિન્દુ અસ્તિત્વના જ્ઞાન અંગેના છે. www.gurudeva.org


gion9 EditReg ion4
 
 

Copyright © Siddhanta Publications. All rights reserved.